પરિમલસિંહ મનુભાઈ પરમાર

 

શ્રી પરિમલસિંહ શાંતાબા વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી છે.દાન ઉઘરવાનો તથા બાંધકામ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. એમના અનુભવનો લાભ ખરેખર ચંદ્રકિશોર ભવન રાજપૂત સમાજને મળ્યો.એમના પાસે અરુણા કન્વીન્સંગ પાવર,દિર્ઘ દ્રષ્ટિ અને કોઠા સુજ છે. અને એ શક્તિનો લાભ એમણે સમાજને આપ્યો.લાંબા સમયથી સમાજનું ભવન બને તેવા પ્રયત્નો હોદેદારો કરતા હતા.પરંતુ સફરતા મળતી ન હતી એમણે ખરેખર જાંબુવનનો રોલ ભજવ્યો હતો સીતામાતાની શોધ માટે દરિયો પાર કરવા વાનર સેના સમુદ્રતટ પર નિરાશ થઈને બેથી હતી.તે સમયે જાંબુવને હનુમાનજી પોતાની પવન પુત્ર તરીકેની શક્તિ ભૂલેલા તેમણે યાદ કરાવેલી જેથી હનુમાનજી દરિયો પાર કરી શકેલા એમણે હોદેદારોને સતત મોરીપેટ કર્યા અને કહ્યું કે આપણી પાસે તાકાત છે.આપણે કરી શકીએ છીએ. “WE CAN” એમનો મંત્ર હતો.શક્તિસિંહ સાથે એમણે દાન ઉઘરાવવા માટે રાત-દિવસ એક કર્યા.સાથેજ બાંધ કામની જવાબદારી પણ સુપેરે નિભાવી એમણે અનેક સમસ્યાઓ નો સુખદ ઉકેલ માટે નિષ્ઠા પૂર્વક પ્રયત્નો કર્યા એઓ એમની સંસ્થાને સમર્પિત હોવાને કારણે વ્યસ્થ રહેતા હતા. છતાં પણ એમણે સમાજને મહત્તમ સમય આપ્યો.એમણે સન્માનિત કરવાના જયારે જયારે પ્રયત્નો થયા ત્યારે એમની ગેરહાજરી દેખાતી હતી.ખરેખરજ એમના હૃદયસ્થ પ્રયત્નોને વંદન કરવા પડે.એમની સમાજ નિષ્ઠાને કોટી-કોટી પ્રણામ.

જોડાઓ અમારી મેટ્રિમોનિયલ સેવામાં

હમણાં SCVRSમાં જોડાઓ અને તમારા જીવન સાથીને શોધો!