1. તમારા એકાઉન્ટમાં લોગીન કર્યા પછી તમારે જમણી બાજુ દર્શાવવામાં આવેલા યુઝર આઇકોન ઉપર તમારા માઉસના એરો ને લઇ જાઓ.
2. ત્યારપછી નીચે ફોટામાં દર્શાવવામાં આવ્યું છે એમ તમે મેનુ જોઈ શકશો.
3. ત્યારપછી “લગ્ન પ્રોફાઇલ ઉમેરો” મેનુ ઉપર ક્લિક કરો.
4. ત્યારપછી નીચે દર્શાવવામાં આવ્યું છે એવું પેજ ખુલશે. આ પેજ ઉપર તમે પ્રોફાઈલ ઉમેરવા માટેનું ફોર્મ જોઈ શકશો.
5. આ ફોર્મમાં તમે જે પ્રોફાઈલ ઉમેરવા માંગો છો એની માહિતી ભરો અને ત્યારપછી તમારે “સબમિટ” બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
નોંધ:
સબમિટ કાર્ય પછી તમે ત્યારે જ તમારા દ્વારા ઉમેરવામાં આવેલી પ્રોફાઈલ જોઈ શકશો નહિ. તમારી ઉમેરાયેલી પ્રોફાઈલ એડમીન દ્વારા ચકાસવામાં આવશે અને એડમીન તમારી પ્રોફાઈલને માન્યતા આપશે ત્યારપછી તમે તમારા દ્વારા ઉમેરાયેલી પ્રોફાઈલ “મારી લગ્ન સૂચિ” તથા “લગ્ન પ્રોફાઇલ શોધો” ના પેજ ઉપર જોઈ શકશો.
